પોતાની દિકરીના લગ્નમાં 200 કરોડ રૂપિયાનો ખર્ચ કરનારા મુકેશ અંબાણી એક માત્ર પિતા બન્યા છે. ઈશા અંબાણી-આનંદ પિરામલના રિસેપ્શનમાં અનેક નામી હસ્તીઓ આવી હતી. વડાપ્રધાન મોદીએ પણ હાજરી આપી હતી.


મેરેજ રિસેપ્શનમાં અલ્પેશ ઠાકોરની અનેક નામી હસ્તીઓ સાથે મુલાકાત થઈ હતી. ખાસ કરીને રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ તેમને સ્ટેજ પર આવકાર્યા હતા અને ત્યાર બાદ સાંસદ પરિમલ નાથવાણી, સની દેઓલ, જીતેન્દ્ર સાથેની અલ્પેશ ઠાકોરની તસ્વીરો સોશિયલ મીડિયામાં ખાસ્સી ફરતી થઈ હતી.

ઈશા અંબાણી-આનંદ પિરામલના લગ્ન રંગે-ચંગે ઉજવાયા. તો ગુજરાત કોંગ્રેસના રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પણ રિસેપ્શનમાં જોવા મળ્યા હતા. અલ્પેશ ઠાકોર અને સની દેઓલ જોગાનુજોગ સાથે આવી પહોંચ્યા હતા. અલ્પેશ ઠાકોર સની દેઓલને આવકાર આપતા જણાય છે અને ગેટની અંદર જવાનો ઈશારો કરે છે.


હાલમાં જ અલ્પેશ ઠાકોરે રાધનપુરની કાયાપલટ કરવા માટે બ્રિટીશ ડેપ્યુટી હાઈકમિશનર સાથે રાધનપુરની મુલાકાત લીધી હતી અને વિવિધ યોજના શરૂ કરવાની વિચારણા કરી હતી. અલ્પેશ ઠાકોરને રાહુલ ગાંધીના નજદીકી નેતાઓમાં માનવામાં આવે છે. ગુજરાતના રાજકારણમાં કાયાપલટ કરનારા યુવા નેતા તરીકે હાર્દિક પટેલ, જિજ્ઞેશ મેવાણી અને અલ્પેશ ઠાકોરની ભૂમિકા મહત્વની રહેલી છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો