દેવામાફી/ મોદી સરકાર 26 કરોડ ખેડૂતોનું રૂ. 4 લાખ કરોડનું દેવું માફ કરવાની તૈયારીમાં: સૂત્રોનો દાવો

જો કે કૃષિ મંત્રાલયના વધારાના સચિવે કહ્યું- હાલમાં એવી કોઈ યોજના નથી

Modi government's Rs 26 crore farmer Suicide Claims: Ready to forgive 4 lakh crore debt

નવી દિલ્હી: મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં પરાજયમાંથી પાઠ શીખનાર મોદી સરકાર લોકસભા ચૂંટણી અગાઉ ખેડૂતોનું દેવું માફ કરી શકે છે. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ બુધવારે મીડિયા અહેવાલમાં જણાવાયું છે કે દેશભરના 26.3 કરોડ ખેડૂતોનું રૂપિયા 4 લાખ કરોડનું દેવું માફ થઈ શકે છે. જો કે સરકારે તેનો ઇનકાર કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દેવામાફી માટે નાણાંની ફાળવણીની યોજના પર સરકાર ટૂંક સમયમાં વિચારણા શરૂ કરશે. વિશ્લેષકો કહે છે કે 2019ની ચૂંટણી નજીક છે.
આથી ઘઉં,કઠોળની ગેરંટેડ કિંમત કે અન્ય કોઈ સરળ પગલું ભરીને ખેડૂતોને પોતાની તરફ ખેંચવા સરકાર પાસે વધુ સમય નથી. દેવા માફી કે સરળ વિકલ્પ જણાય છે. સરકારી સૂત્રો અને વિશ્લેષકોના જણાવ્યા અનુસાર દેવા માફીનો આંકડો 4 લાખ કરોડનો હોઈ શકે છે. એક અધિકારીએ કહ્યું કે જો સરકાર આ નિર્ણય લેશે તો ખેડૂતોને અત્યાર સુધીમાં અપાયેલી સૌથી મોટી મદદ હશે. ઉલ્લેખનીય છે કે 2008માં કોંગ્રેસના વડપણ હેઠળની યુપીએ સરકારે પણ 72 હજાર કરોડ રૂપિયાનું દેવું માાફ કર્યું હતું. આ પગલાંએ યુપીએને 2009માં ફરી સરકાર રચવામાં મદદ કરી હતી.
સરકારે કહ્યું- દેવાં માફી રાજ્યનો વિષય
કૃષિ મંત્રાલયના વધારાના સચિવ અશોક દળવીએ કહ્યું કે દેશભરના ખેડૂતોની દેવા માફી માટે કેન્દ્ર સમક્ષ કોઈ દરખાસ્ત નથી પરંતુ સરકારનો હેતુ ખેડૂતોની આવક વધારવાનો છે. એક વાત સ્પષ્ટ છે કે દેવા માફી એ રાજ્યનો વિષય છે.

ટિપ્પણીઓ