4 લાખ કરોડનાં દેવાં માફીની તૈયારીમાં સરકાર, બજેટમાં ખેડૂતો માટે ખુલશે ખજાનો



ન્યૂ દિલ્હીઃ હિંદી વિસ્તારનાં ત્રણ મહત્વનાં રાજ્યો (મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ)માં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને થયેલ આકરા પરાજય બાદ હવે કેન્દ્ર સરકાર પોતાનો ખજાનો ખેડૂતો માટે ખોલવા જઇ રહેલ છે. આની શરૂઆત સૌથી પહેલાં ખેડૂતોનાં દેવા માફીથી થશે. ત્યાં બીજી બાજુ ફેબ્રુઆરીમાં રજૂ થનારા બજેટમાં ખેડૂતોને માટે અનેક એવી નવી યોજનાઓની જાહેરાત થવાની સંભાવના છે.

દેવું કરશે માફઃ
સરકાર હવે દેશભરનાં 26.3 કરોડ ખેડૂતો અને તેઓનાં આશ્રિતો દ્વારા લેવામાં આવેલ વિભિન્ન સરકારી બેંકો દ્વારા લેવામાં આવેલ ખેડૂતોનાં દેવાંને માફ કરવાની યોજના પર કામ કરી રહેલ છે. દેવાને માફ કરવાની કુલ રકમ 56.5 બિલિયન ડૉલર (4 લાખ કરોડ રૂપિયા) છે. જો કે ભારતીય રિઝર્વ બેંક પાસે હાજર 9.6 લાખ કરોડથી વધારે છે.

મેં 2019માં થશે લોકસભા ચૂંટણીઃ
કેન્દ્ર સરકાર આ પગલું એટલાં માટે લઇ રહી છે કેમ કે વિધાનસભા ચૂંટણીમાં ખેડૂત સૌથી નારાજ હતાં. હવે સરકાર લોકલુભાવન જાહેરાતો કરવા જઇ રહેલ છે. જેથી આનો ફાયદો પાર્ટીને મેં 2019માં યોજાનાર લોકસભા ચૂંટણીમાં થઇ શકે.

ખેતીથી ખેડૂતોની થનારી આવકમાં થયો ઘટાડોઃ
ભાજપની કેન્દ્રમાં છેલ્લાં સાડા ચાર વર્ષથી સરકાર છે. આ દરમ્યાન ખેડૂતોની આવક વધવાને બદલે ઘટતી જોવા મળી રહી છે. ત્યાં જ ખેતીથી થનાર ઉત્પાદન પણ સપ્ટેમ્બરમાં ખતમ થયેલ ક્વાર્ટરમાં 5.3 ટકાથી ઘટીને માત્ર 3.8 ટકા જ રહી ગયું.

આ સાથે ઉપજ પણ નબળી હોવાંની સાથે સાથે ખેડૂતોની આવક પર પણ તેનો પ્રભાવ પડી રહેલ છે. ખેડૂતોની આવકમાં ઘટાડો થવાંને કારણ ગામડાં ને દેશભરમાં ઉપભોક્તા વસ્તુઓનું વેચાણ પણ વધારે ઓછું થઇ ગયું છે.

ગામડાંઓ તરફ ધ્યાન દેશે સરકારઃ
આનંદ રાઠી ફાઇનાન્સ સર્વિસનાં ચીફ ઇકોનોમિસ્ટ સુજન હજરાએ કહ્યું કે, હવે સરકાર એક વાર ગામડાંઓ તરફ ઘ્યાન આપશે. આમાં ખેડૂતોને પાક પર ઓછામાં ઓછાં સમર્થન મૂલ્યમાં વધારો કરવો અને અન્ય ગ્રામીણ ભારતને માટે બનેલી યોજનાઓ પર ફોકસ કરવાનું રહેશે.

અંતિમ બજેટમાં દેખાશે ફેરફારઃ
સરકાર 1 ફેબ્રુઆરીનાં રોજ બજેટ રજૂ કરશે. આ દરમ્યાન થઇ શકે છે નાણાંકીય મંત્રી અરૂણ જેટલી પોતાનાં ફોકસ ગ્રામીણ અર્થવ્યવસ્થા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઘર, રેલ્વે અને રસ્તાઓ પર કરી લે. આ સાથે જ સબસિડીમાં વધારો અને ટેક્સનાં દરોમાં હજી વધારે ઘટાડો કરી શકાય છે કે જેનાંથી સામાન્ય લોકોને રાહત મળી શકે.



ટિપ્પણીઓ