મગફળી ખરીદી/ રાજુલા યાર્ડમાં પખવાડિયામાં 900 ખેડૂતોની 13 કરોડની મગફળી ટેકાના ભાવે ખરીદાઇ

જો કે હજુ એક હજાર ખેડૂતોની મગફળી ખરીદવાની બાકી

Rajula Yard bought over 900 farmers peanut support price for fortnight


રાજુલા:અમરેલી જિલ્લામાંથી સરકાર દ્વારા હાલમાં જુદા જુદા નવ માર્કેટીંગયાર્ડમાંથી મગફળીની ખરીદી ચાલી રહી છે. રાજુલા માર્કેટીંગયાર્ડમાંથી પણ મોટા પ્રમાણમાં ખરીદી ચાલી રહી છે. અહિં પુરવઠા વિભાગ દ્વારા 15 દિવસમાં 900 ખેડૂતોને રૂા. 13 કરોડની મગફળી ખરીદવામાં આવી છે.રાજુલાના સરદાર પટેલ માર્કેટીંગયાર્ડ ખાતે પુરવઠા વિભાગના કર્મચારીઓ ઉપરાંત મામલતદાર, તાલુકા પંચાયત કર્મચારીઓ વિગેરેની ઉપસ્થિતીમાં અહિં ટેકાના ભાવે મગફળીની ખરીદીનું કામ ચાલુ છે. છેલ્લા પંદર દિવસથી અહિં ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં રાજુલા માર્કેટીંગયાર્ડમાંથી 900 ખેડૂતોની મગફળી ખરીદવામાં આવી છે. સરકાર દ્વારા અહિં આજદિન સુધીમાં રૂા. 13 કરોડની મગફળી ખરીદવામાં આવી છે.બીજી તરફ જાણવા મળતી વિગત અનુસાર હજુ રાજુલાના આ ખરીદકેન્દ્ર પરથી એક હજારથી વધુ ખેડૂતોની શીંગ ખરીદવાની બાકી છે. આ ખેડૂતોએ તેનું ઓન લાઇન રજીસ્ટ્રેશન કરાવેલુ છે. અહીં યાર્ડના પ્રમુખ જીજ્ઞેશભાઇ પટેલ, સંઘના પ્રમુખ મનુભાઇ કસવાળા, સેક્રેટરી પાંચાણીભાઇ, સંઘના મેનેજર વેકરીયાભાઇ વિગેરે ખેડૂતોને માર્ગદર્શન આપી રહ્યા છે.

ટિપ્પણીઓ