LRD પરીક્ષાની નવી તારીખ જાહેર, 6 જાન્યુઆરીએ લેવાશે પરીક્ષા


લાખો વિદ્યાર્થીઓની ભાવનાઓ અને મહેનત પર પાણી ફેરવાનાર લોકરક્ષકની પરીક્ષાની નવી તારીખ જાહેર થઇ છે. કહેવામાં આવી રહ્યું છે કે હવે આ પરીક્ષા આગામી જાન્યુઆરીના રોજ લેવામાં આવશે.




લોકરક્ષકદળનું  પેપરલીક થયા બાદ પરીક્ષા વિભાગે ફરીથી પરીક્ષા યોજવાનો નિર્ણય કર્યો હતો, સાથે જ જણાવ્યું હતું કે પરીક્ષાની નવી તારોખો જાહેર કરવામાં આવશે. ત્યારે કહેવામાં આવી રહ્યું છે કે હવે આ પરીક્ષા આગામી 6 જાન્યુઆરીના રોજ યોજાશે. જો કે સત્તાવાર જાહેરાતની રાહ જોવામાં આવી રહી છે.

નોંધ :- આ જાહેરાત સૂત્રોના જણાવ્યાં અનુસાર છે ભરતી બોર્ડ દ્વારા સત્તાવાર જાહેરાત કરવાની બાકી છે જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી..

ટિપ્પણીઓ