#MeToo વિશે આખરે લોકપ્રિય કિંજલ દવે એ મોટો ઘટસ્ફોટ કરતાં શું કહ્યું, જાણો


તમે પણ આજકાલ સોશિયલ મીડિયા અને ન્યુઝમાં અનેક મોટા નામી અનામી લોકો પર #Metoo નો આરોપ મુકવામાં આવે છે. ખરેખર રીતસર આ કેમ્પેઈનએ તો આપણા દેશમાં એક તોફાન જેવું મચાવી દીધું છે. આવા સમયમાં આપણી ગુજરાતની સિંગર કિંજલ દવે પણ અત્યારે #Metoo કેમ્પેઈનને સપોર્ટ કરી રહી છે આવો તમને જણાવીએ કે શું જણાવી રહી છે કિંજલ.

કિંજલ દવેનું કહેવું છે કે ભલે કોઈપણ ગમે તેટલી મજાક બનાવે કે કઈ પણ કહે પણ મહિલાઓએ પોતાની સાથે થયેલ અણબનાવની વ્યથા આ કેમ્પેઈન અંતર્ગત કહેવી જ જોઈએ. આમ કરવાથી બીજા લોકો જાગૃત થાય છે.

આ કેમ્પેઈન અંતર્ગત કરેલ ખુલાસાને ન્યાય મળવો જ જોઈએ. કિંજલ વધુમાં જણાવે છે કે એક સમયે તેમની એક સહેલી સાથે પણ આવી ઘટના બની હતી.

#Metoo કેમ્પેઈનને આખી દુનિયામાંથી સપોર્ટ મળી રહ્યો છે. આ કેમ્પેઈન અંતર્ગત મહિલાઓ પર કરવામાં આવતી યૌન શોષણ વૃતિ પર નજર નાખવાની છે. આ કેમ્પેઈનમાં મહિલાઓ અને બીજા વ્યક્તિઓ મળીને એકબીજાને સાથ આપે છે ન્યાય માટે. આપણે ભલે ગમે તેટલા આધુનિક થઇ જઈએ પણ અમુક એવી બાબતો હોય છે જેમાં ફક્ત સ્ત્રીને જ બધું ભોગવવાનો વારો આવતો હોય છે. રસ્તામાં કોઈના દ્વારા છેડતીનો ભોગ બનવું, બહુ નાની ઉંમરે જયારે શારીરિક સંબંધ શું છે એ બાળકીને ખબર પણ નથી હોતી ત્યારે તેના જ કોઈ સ્વજન કે ઓળખીતા લોકો દ્વારા અડપલાનો ભોગ બની હોય આવા તો અનેક કિસ્સાઓ હોય છે જે ક્યારેય જાહેરમાં આવતા જ નથી. જયારે આ #MeToo કેમ્પેઈનમાં મહિલા એ પોતાના પર થયેલા આવા અનેક કિસ્સાઓને જાહેર કરી શકે છે.

શું છે આ #MeToo કેમ્પેઈન તમે જાણો છો ક્યાંથી થઇ આની શરૂઆત. તમને જણાવી દઈએ કે મહિલાઓ પર થતા અવારનવાર જાતીય શોષણના બનાવને સ્ત્રી પોતે જ બધાની સામે લાવે છે. આની શરૂઆત ૨૦૦૬માં અમેરિકાના સામાજિક કાર્યકર તરાના દ્વારા ટવીટર ઉપર કરવામાં આવી હતી. બહુ પહેલા આની શરૂઆત થઇ ગઈ હતી પણ જયારે હોલીવુડના સ્ટાર હાર્વે વિન્સ્ટન પર આ આરોપ મુકવામાં આવ્યો ત્યાર પછી આ કેમ્પેઈન એ ખુબ વાઈરલ થયું હતું. એક પછી એક ઘણી બધી નામી અનામી વ્યક્તિઓએ અનેક લોકો પર અનેક આરોપ લગાવ્યા હતા. સોશિયલ મીડિયા એ એક સારો રસ્તો છે આવા કેમ્પેઈન માટેનો. અમે પણ એવું જ માનીએ છીએ કે મહિલાઓએ પોતાના પર થતા શોષણને સહન કરવાની જરૂરત નથી તેઓ પણ લોકો સામે પોતાની વાત મૂકી શકે છે.


ટિપ્પણીઓ