સિટીનું નામ સર્ચ કરો SMC શિક્ષણ બજેટ/શિક્ષણ સમિતિનું બજેટ 24 કરોડ વધારી 494 કરોડ કરાયું, ગત વર્ષની મોડેલ સ્કૂલ, ઇ-લાયબ્રેરી શરૂ કરવામાં નિષ્ફળ

The budget of the education committee increased by 24 crores to 494 crores

સુરત: પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું વર્ષ 2019-2020 માટે બજેટનું કદ રૂા.494 કરોડ હોવાનો અંદાજ છે. આવતીકાલે શુક્રવારે શાસનાધિકારી સામાન્ય સભાની મંજૂરી માટે બજેટ રજૂ કરશે. જોકે, તે પહેલા જ દિવ્ય ભાસ્કરે તેની વિગતો મેળવી લીધી છે. શાસકોએ ગત બજેટમાં દોઢ લાખ વાલીઓ માટે વાલી અકસ્માત પોલિસી, સાત ઝોનમાં મોડલ શાળા, શાળાઓમાં સીસીટીવી કેમેરા સહિતની કરેલી જોગવાઇનું અમલ કરવામાં નિષ્ફળ રહ્યા છે. જેથી વર્ષ 2019-2020ના બજેટમાં આ તમામ જોગવાઇનું પુન:રાવર્તન કરવામાં આવ્યું છે. બજેટમાં ઉચ્ચતર પગાર, સાતમું પગારપંચ એરીયર્સ ઉપરાંત મેડિકલ એલાઉન્સ નિવૃત થતાં શિક્ષકોના તથા કર્મચારીઓના પેન્શન, ગ્રેજ્યુઇટી વગેરેના ખર્ચનો સમાવેશ થયો છે. 
આખા દેશમાં માત્ર સુરત પાલિકા ગુજરાતી, મરાઠી, હિંદી, ઉર્દું, ઉડિયા, તેલુગુ અને અંગ્રેજીમાં ભણાવે છે.
આ જોગવાઇનું પાલનમાં શાસકો નિષ્ફળ
વર્ષ 2018-19ના બજેટમાં શાળાના ભવનમાં સીસીટીવી કેમેરા, સાત ઝોનમાં મોડલ શાળા, ઇ-લાઇબ્રેરી નિર્માણ, સ્કુલ સ્માર્ટ લર્નિંગ તથા વાલી અકસ્માત પોલીસીની જોગવાઇ કરવામાં આવી હતી. જો કે શિક્ષણ સમિતિના શાસકો ઉપરોકત જોગવાઇનું અમલ કરવામાં સદંતર નિષ્ફળ પુરવાર થયા છે. જેથી બજેટમાં તમામ જોગવાઇ ફરી મૂકવામાં આવી છે.
જોગવાઇમાં નિષ્ફળ અંગે શું કહે છે અધ્યક્ષ

અકસ્માત વીમા પોલીસી માટે છેલ્લા 7 વર્ષના ડેટા મંગાવ્યાં છે. વિવિધ કંપનીઓ પાસેથી ભાવ મંગાવ્યાં હતા. જો કે પ્રિમિયનની રકમ વધી જાય છે. જ્યારે મોડલ સ્કૂલની વાત કરીએ તો હાલમાં સાતેય ઝોનમાં મોડલ શાળામાં એક-એક સ્કૂલની પસંદગી થઇ ગઇ છે. નજીકના દિવસોમાં મોડલ શાળા માટે કામ શરૂ થશે. - હસમુખ પટેલ, અધ્યક્ષ, શિક્ષણ સમિતિ

બજેટમાં શું કરાઇ છે જોગવાઇ
*15 કરોડ વિદ્યાર્થીઓના ગણવેશ માટે 
*4 કરોડ વિદ્યાર્થીઓના બૂટ-મોજા માટે
*10 લાખ ફાયર સેફટીના સાધનો 
*5 કરોડ શાળામાં સીસી કેમેરા માટે
*1 કરોડ મોડલ શાળા નિર્માણ માટે
*25 લાખ ઇ-લાયબ્રેરી નિર્માણ માટે
*50 લાખ સ્કુલ સ્માર્ટ લર્નિંગ માટે
*50 લાખછાત્રોને તબીબી સહાય, વાલી અકસ્માત પોલિસી

ટિપ્પણીઓ